દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતીય જુનિયર ટીમનો જોવા મળ્યો દબદબો, વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી

દક્ષિણ આફ્રિકાની ધરતી પર હાલમાં ભારતીય જુનિયર ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. બેનોની ખાતે રમાયેલી ભારત અંડર-19 અને દક્ષિણ આફ્રિકા અંડર-19 વચ્ચેની

New Update
scs

દક્ષિણ આફ્રિકાની ધરતી પર હાલમાં ભારતીય જુનિયર ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. બેનોની ખાતે રમાયેલી ભારત અંડર-19 અને દક્ષિણ આફ્રિકા અંડર-19 વચ્ચેની બીજી Youth ODI (યુથ વનડે) મેચમાં એક એવું તોફાન આવ્યું જેણે યજમાન ટીમના બોલરોને પરસેવો લાવી દીધો. ભારતીય યુવા સ્ટાર Vaibhav Suryavanshi (વૈભવ સૂર્યવંશી) એ પોતાની Explosive Batting (વિસ્ફોટક બેટિંગ) થી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી દીધી હતી. ડાબોડી બેટ્સમેને માત્ર 21 બોલનો સામનો કરીને 10 ગગનચુંબી Sixes (છગ્ગા) ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા. તેની આક્રમક રમત જોઈને સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ રોમાંચિત થઈ ગયા હતા.

વૈભવ સૂર્યવંશી જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે તેનો ઈરાદો સ્પષ્ટ હતો. તેણે વનડે મેચને T20 Format (T20 ફોર્મેટ) સમજીને રમવાનું શરૂ કર્યું હતું. નવાઈની વાત એ છે કે તેણે પોતાની Half Century (અડધી સદી) માત્ર 19 બોલમાં પૂરી કરી હતી અને તે પણ એક પણ ચોગ્ગો માર્યા વગર! જ્યારે તેણે 50 રનનો આંકડો પાર કર્યો ત્યારે તેના ખાતામાં 8 તોતિંગ છગ્ગા બોલતા હતા. એટલે કે 48 રન તો તેણે માત્ર હવામાં શોટ રમીને જ બનાવ્યા હતા. આખરે તેણે 24 બોલમાં 68 રનનું યોગદાન આપ્યું હતું, જેમાં કુલ 10 છગ્ગા અને 1 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

Latest Stories