/connect-gujarat/media/media_files/GnnZPIDf5ycLXyHrV7dt.jpg)
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 81 પોઈન્ટના વધારા સાથે 74,536.29 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.16 ટકાના ઘટાડા સાથે 22,516.45 પર ખુલ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી અને 11 શેરોમાં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેરોમાં તેજી અને 31 શેરોમાં ઘટાડો છે. NSE સેક્ટરલ ઇન્ડેક્સમાં, IT સેક્ટરમાં ઘટાડો અને ઓટો સેક્ટરમાં તેજી છે.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 1.11% અને કોરિયાનો કોસ્પી 0.37%, હોંગકોંગનો હેંગસેંગ 0.65% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.13% ઘટ્યો છે. 24 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 6,286.70 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ 5,185.65 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 24 ફેબ્રુઆરીએ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.076% ના વધારા સાથે 43,461 પર બંધ થયો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ 0.50% ઘટીને 5,983 પર બંધ થયો અને Nasdaq 1.21% ઘટીને 19,286 પર બંધ થયો.