/connect-gujarat/media/post_banners/c8679fbe9cd878d9122d9613e099cdaea8c487c67a5e18c4b42515a7f29f6e83.webp)
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 324 પોઈન્ટના ઉછાળા સાથે 74,054.38 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.49 ટકાના વધારા સાથે 22,446.75 પર ખુલ્યો.
બજાર ખુલતાની સાથે જ નિફ્ટી પર એશિયન પેઇન્ટ્સ, ટાટા મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્ડાલ્કોના શેર વધારા સાથે ટ્રેડ થયા, જ્યારે ભારતી એરટેલ, બ્રિટાનિયા, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ અને ગ્રાસિમ, ટાટા કન્ઝ્યુમરના શેર નુકસાન સાથે ટ્રેડ થયા.
નિફ્ટી મેટલ, ઓટો, રિયલ્ટી અને પીએસયુ બેંક સૂચકાંકો 1% થી વધુ વધ્યા. મીડિયામાં લગભગ 1.50%ની તેજી છે. ઓઈલ અને ગેસ સૂચકાંક લગભગ 2% વધ્યો છે. આઇટી, એફએમસીજી અને ફાર્મા સૂચકાંકોમાં અડધા ટકાનો ઉછાળો છે. રિલાયન્સ અને એશિયન પેઇન્ટ્સના શેરમાં 2%નો વધારો થયો.