Connect Gujarat
દેશ

પોરબંદર નજીક સમુદ્રમાંથી 350 કરોડ રૂપિયાનો ડ્રગનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો

પોરબંદર નજીક સમુદ્રમાંથી 350 કરોડ રૂપિયાનો ડ્રગનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો
X

ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઉતરેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હોવાની ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો થયા છે ત્યાં મંગળવારે ચોક્કસ ટીપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. અને તેમને પોરબંદર લાવીને મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સીમા પરથી 3100 કિલો ડ્રગ્સ જપ્ત કરાવામાં આવ્યું હોવાની વિગતો છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત એટીએસ તથા એનસીબીએ નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાવતી ઈરાની બોટ પકડી પાડી હતી, જેની તલાશી લેવામાં આવતા તેમાંથી 3000 કિલો કરતાં વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના મેગા ઓપરેશન વિશે ટ્વીટ કરી મહિતી આપી હતી. તેમજ સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Next Story