કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચેની લીગ મેચ 6ના બદલે 8 એપ્રિલે રમાશે !

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચેની IPL લીગ સ્ટેજ મેચ મુલતવી રાખવામાં આવી છે. BCCIએ શુક્રવારે જાહેરાત કરી હતી કે આ મેચ હવે 6

New Update
kkr

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચેની IPL લીગ સ્ટેજ મેચ મુલતવી રાખવામાં આવી છે. BCCIએ શુક્રવારે જાહેરાત કરી હતી કે આ મેચ હવે 6 એપ્રિલના બદલે 8 એપ્રિલે રમાશે.હકીકતમાં, કોલકાતા પોલીસે 6 એપ્રિલે રામ નવમીને કારણે સુરક્ષા પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો. ગયા વર્ષે પણ રામ નવમીના કારણે કોલકાતાની મેચ ઇડન ગાર્ડન્સમાં ખસેડવામાં આવી હતી.

8 એપ્રિલ મંગળવાર છે, તેથી હવે તે દિવસે 2 મેચ રમાશે. કોલકાતા અને લખનઉ વચ્ચેની પહેલી મેચ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે બપોરે 3.30 વાગ્યે રમાશે. તે જ સમયે, મુલ્લાનપુરમાં સાંજે 7.30 વાગ્યે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે.રામનવમી 6 એપ્રિલે છે. કોલકાતા પોલીસે કહ્યું હતું કે તે દિવસે શહેરમાં ભારે ભીડ હશે અને તેથી વિભાગ સ્ટેડિયમમાં સુરક્ષા પૂરી પાડી શકશે નહીં. બંગાળ ક્રિકેટ એસોસિયેશન 6 એપ્રિલે ગુવાહાટીમાં આ મેચનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું હતું. જોકે, હવે મેચની તારીખ બદલવામાં આવી છે, જ્યારે મેદાન ઇડન ગાર્ડન્સ જ રહેશે

Advertisment
Latest Stories