હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ કર્યું જાહેર

New Update
હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ કર્યું જાહેર

ઉત્તર-પશ્ચિમ ભારત ભારે ગરમીની ઝપેટમાં છે. મોટાભાગના વિસ્તારોમાં આકાશમાંથી ભીષણ આગ વરસી રહી છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના નજફગઢમાં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે દેશમાં સૌથી વધુ હતું. એટલું જ નહીં, 14 વર્ષ પછી 17 મે એટલે કે શુક્રવારે દિલ્હીમાં આટલી તીવ્ર ગરમીનો અનુભવ થયો. હરિયાણાના સિરસામાં પણ પારો 47.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમીમાંથી રાહત નહીં મળે.

હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. તેનાથી વિપરીત, દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 23 મે સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 19, હરિયાણામાં 18, દિલ્હીમાં 8 અને પંજાબમાં બે જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રુપના વિજ્ઞાાનીઓએ જણાવ્યું છે કે કલાયમેટ ચેન્જને કારણે પડી રહેલ હિટવેવને કારણે સમગ્ર એશિયામાં વસતા ગરીબોનું જીવન વધુ મુશ્કેલ બની રહ્યું છે.

Latest Stories