ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસવાની શક્યતા,હવામાન વિભાગે કરી આગાહી

New Update
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસવાની શક્યતા,હવામાન વિભાગે કરી  આગાહી

બંગાળની ખાડીમાં ગઈકાલે લો પ્રેસર સર્જાતા તે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને 24 મે સુધીમાં વાવાઝોડામાં પરિવર્તીત થશે અને ત્યારબાદ તા.૨૫ની સાંજે વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.

તેના કારણે નૈઋત્યનું ચોમાસુ (Monsoon) પણ આગળ વધી રહ્યું છે. માલદિવ્ઝ પર અને બંગાળની ખાડી તથા આંદામાન નિકોબાર ટાપુ સમુહમાં આગળ વધ્યું હતું અને હજુ બે દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે.ભારતમાં ચોમાસા (Monsoon)ની શરૂઆત કેરળથી થાય છે જે આ વખતે 30 મે સુધીમાં કેરળમાં ચોમાસા (Monsoon)ની એન્ટ્રી થવાની શક્યતા છે. પરંતુ 30 મે પહેલા જ 22 મેના રોજ કેરળમાં ચોમાસા (Monsoon)ની એન્ટ્રી થઈ ગઈ છે

જો આ જ ગતિએ ચોમાસુ (Monsoon) આગળ વધશે અને સમુદ્રામાંથી પણ સપોર્ટ મળશે તો ચોમાસું (Monsoon) ગુજરાતમાં પણ વહેલુ આવી જશે.જોકે હજુ સુધી કેરળમાં સત્તાવાર ચોમાસા (Monsoon)ની જાહેરાત થઈ નથી એ પહેલા જ કેરળમાં ત્રણ ચાર ઈંચ, તમિલનાડુમાં છૂટાછવાયા સ્થળે ૩થી ૬ ઈંચ સહિત કર્ણાટક, ઝારખંડમાં ધોધમાર વરસાદ (Rain) નોંધાયો છે.ગુજરાત સહિત રાજ્યોમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસવાની શક્યતા,ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Latest Stories