સંસદની સુરક્ષામાં ખામી મામલાની તપાસ માટે ગૃહ મંત્રાલયે સીટની રચના કરી હતી. ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા બે લોકો સાંસદોના બેસવાની જગ્યામાં કૂદી પડ્યા અને કેન મારફતે ધૂમાડો ફેલાવ્યો હતો. આ સિવાય અન્ય બે લોકોએ કેમ્પસમાં પ્રદર્શન કર્યું અને 'તાનાશાહી નહીં ચાલે' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરક્ષામાં ખામીની આ ઘટના 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી પર બની હતી. દરમિયાન ગૃહ મંત્રાલયે તપાસ માટે SITની રચના કરી છે.
મંત્રાલયે કહ્યું હતુ કે "લોકસભાના મહાસચિવના પત્ર પર ગૃહ મંત્રાલયે CRPFના DG અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરી છે." અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ તેમાં સભ્ય તરીકે ભાગ લેશે.