મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2' આવતા મહિને 5મી ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. મુખ્ય એક્ટર અલ્લુ અર્જુને એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે ફિલ્મને CBFC તરફથી U/A સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.તે જ સમયે, સીબીએફસીએ ફિલ્મના ત્રણ સંવાદો અને કેટલાંક દૃશ્યોમાં ફેરફાર કરવા સૂચના આપી છે. ત્રણ અપશબ્દોને મ્યુટ કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
આ ફેરફારો બાદ જ ફિલ્મ નિર્ધારિત દિવસે રિલીઝ થઈ શકશે.સેન્સર સર્ટિફેકેટ જણાવે છે કે, ફિલ્મનો રનટાઇમ 3 કલાક 20 મિનિટ અને 38 સેકન્ડ (200.38 મિનિટ) છે. જ્યારે અગાઉ રિલીઝ થયેલો પ્રથમ ભાગ 'પુષ્પાઃ ધ રાઇઝ' નો રનટાઈમ 2 કલાક 59 મિનિટનો હતો. એક વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ'નો રન ટાઈમ 203 મિનિટનો હતો. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. હવે જોવાનું એ રહે છે કે 'પુષ્પા 2' આ ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે કે નહીં.