/connect-gujarat/media/post_banners/a5afac0b4e8b825a0553d6035fef8985294ce30c7f45b4446366a6c6b87ecb7a.webp)
કેન્દ્ર સરકારે તાજેતરમાં UAPA હેઠળ 'ગેરકાયદેસર સંગઠન' તરીકે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો. તાજેતરના વિકાસમાં, હવે ગૃહ મંત્રાલયે રાજ્યોને તે સત્તા આપી છે, જે હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ UAPA હેઠળ આ સંગઠનને ગેરકાયદેસર જાહેર કરી શકે છે.
ગયા મહિનાના અંતમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવો આદેશ જાહેર કરીને પહેલાથી જ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સિમી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો. યુએપીએ કાયદા હેઠળ સિમી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે ટ્વિટર પર આ અંગેની માહિતી શેર કરી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ અભિગમને અનુરૂપ 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા'ને આગામી પાંચ વર્ષ માટે UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.