/connect-gujarat/media/media_files/GnnZPIDf5ycLXyHrV7dt.jpg)
કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 327 પોઈન્ટના ઉછાળા સાથે 78,292.97 પર ખુલ્યું, તો NSE પર નિફ્ટી 0.27 ટકાના વધારા સાથે 23,679.90 પર ખુલ્યું. આજના ટ્રેડિંગ દરમિયાન એસએચ કેલકર એન્ડ કંપની, અશોકા બિલ્ડકોન, વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન, એડોર વેલ્ડીંગ, વક્રાંગી, ઈન્ટરગ્લોબ એવિએશન, પીરામલ ફાર્મા, રુદ્ર ગેસ એન્ટરપ્રાઈઝ, KIOCL અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન જેવા શેર ફોકસમાં રહેશે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં તેજી જોવા મળી રહી છે અને માત્ર 3માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 46માં તેજી અને 4માં ઘટાડો છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર 0.60%ની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.05% અને ઓઈલ એન્ડ ગેસ 1.38%ની તેજી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો અને મીડિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.