/connect-gujarat/media/media_files/AuIg9XEjJ7We2dgteriU.jpeg)
બજેટ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત ખરાબ રહી હતી. તે ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલી ગયો હતો. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઇન્ડેક્સ 490 પોઈન્ટના ઘટાડા સાથે 76000 ની નીચે ખૂલ્યો હતો અને થોડી જ વારમાં તે 578 પોઈન્ટ ઘટી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી લગભગ 160 પોઈન્ટ સુધી લપસી ગયો હતો. દરમિયાન ઝોમેટો, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સના શેર ખરાબ રીતે ટ્રેડ થઈ રહ્યા હતા.
સોમવારે જ્યારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સેન્સેક્સે 578 પોઈન્ટનો તૂટ્યો હતો, જ્યારે બીએસઈ સેન્સેક્સ તેના 76,190.46ના પાછલા બંધ સ્તરથી સરકીને 75,700.43ના સ્તરે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું અને થોડી જ મિનિટોમાં આ ઘટાડો વધુ વધી ગયો હતો. ટ્રેડિંગની 10 મિનિટની અંદર જ સેન્સેક્સ 578 પોઈન્ટ ઘટીને 75,612ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીની સ્થિતિ પણ સેન્સેક્સ જેવી જ જોવા મળી હતી અને તેના અગાઉના બંધ 23,092.20ના સ્તરથી તોડીને 22,940.15ના સ્તરે ખુલ્યા બાદ NSE નિફ્ટી પણ લગભગ 160 પોઈન્ટના ઘટાડા સાથે 22,911ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.