મહિલાઓને પિરિયડ લીવ આપવાની અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી

મહિલાઓને આ પ્રકારની રજા આપવા વિશે SCનો આવો નિર્ણય પ્રતિકૂળ અને 'હાનિકારક' સાબિત થઈ શકે છે, કેમ કે એમ્પ્લોયર તેમને કામ પર રાખવાથી બચી શકે છે.

New Update
પિરિયડ લીવ

સુપ્રીમ કોર્ટમાં મહિલાઓને પિરિયડ લીવ આપવા માટે નીતિ બનાવવા માટે કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપવાની માગ કરતી અરજી પણ સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે મહિલા કર્મચારીઓ માટે પિરિયડ લીવની માગ કરતી જનહિત અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી, પરંતુ મહિલા તથા બાલ વિકાસ મંત્રાલય સાથે આ સંબંધમાં એક આદર્શ નીતિ નક્કી કરવા માટે બધા પક્ષ અને રાજ્યો સાથે વાતચીત કરવાનું કહ્યું.

ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા તથા ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચે સ્પષ્ટ કહ્યું છે કે આ નીતિ સાથે જોડાયેલાં મુદ્દા છે અને તેના પર કોર્ટે વિચાર કરવો જોઈએ નહીં. આ સિવાય, મહિલાઓને આ પ્રકારની રજા આપવા વિશે SCનો આવો નિર્ણય પ્રતિકૂળ અને 'હાનિકારક' સાબિત થઈ શકે છે, કેમ કે એમ્પ્લોયર તેમને કામ પર રાખવાથી બચી શકે છે.

ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું હતું કે આ રજા મોટા ભાગની મહિલાઓને વર્કફોર્સનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને આ પ્રકારની રજાને જરૂરી બનાવવાથી મહિલાઓ વર્કફોર્સથી દૂર થઈ જશે. આપણે એવું ઇચ્છતા નથી, મહિલાઓની સુરક્ષા માટે અમે જે પ્રયત્ન કરીએ છીએ એ તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Latest Stories