ભારત મ્યાનમાર સરહદ પર મચી હલચલ, ભારતીય સેનાએ સરહદ નજીક 10 ઉગ્રવાદીઓને માર્યા ઠાર

ભારત પાકિસ્તાન સરહદ બાદ હવે ભારત મ્યાનમાર સરહદ પર હલચલ મચી ગઇ હતી. ભારતીય સેનાએ મણિપુરના ચંદેલમાં ઉગ્રવાદીઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે.

author-image
By Connect Gujarat Desk
New Update
ઉગ્રવાદી

ભારત પાકિસ્તાન સરહદ બાદ હવે ભારત મ્યાનમાર સરહદ પર હલચલ મચી ગઇ હતી. ભારતીય સેનાએ મણિપુરના ચંદેલમાં ઉગ્રવાદીઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે.

 ભારતીય સેના સામે આંખ ઉંચી કરનારા સશસ્ત્ર કેડર એટલે કે ઉગ્રવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાના આસામ રાઇફલ્સના સૈનિકોએ ચંદેલ જિલ્લાના ખેંગજોય વિસ્તારમાં ભારત-મ્યાનમાર સરહદ નજીક 10 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા.

ભારતીય સેનાએ X પર આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. સેનાના જણાવ્યા અનુસાર, મણિપુરના ચંદેલ જિલ્લાના ખેંગજોય તહસીલમાં ન્યૂ સમતલ ગામ નજીક ઉગ્રવાદીઓની ગતિવિધિઓ જોવા મળી હતી. ભારત-મ્યાનમાર સરહદ નજીક સશસ્ત્ર કેડર એટલે કે ઉગ્રવાદીઓની ગતિવિધિઓ અંગેની ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્પીયર કોર્પ્સ હેઠળના આસામ રાઇફલ્સ યુનિટે 14 મે 2025 ના રોજ એક ઓપરેશન શરૂ કર્યું હતું.જેવી સેનાના જવાનોએ કાર્યવાહી શરૂ કરી કે તરત જ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી યોગ્ય જવાબ આપવાનો સમય આવી ગયો. મધ્યરાત્રિએ આસામ રાઇફલ્સના સૈનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરમાં 10 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. દરમિયાન આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

Latest Stories