અમદાવાદ એરપોર્ટ સહિત દેશભરના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ભોપાલના રાજા ભોજ એરપોર્ટની સાથે દિલ્હી, જયપુર, લખનઉ, પટના, અગરતલા, ગુવાહાટી, જમ્મુ, ઔરંગાબાદ, બાગડોગરા અને કાલિકટ એરપોર્ટને પણ ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે.
રવિવારે બપોરે લગભગ 3 વાગ્યે મોકલવામાં આવેલા ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવશે. મેસેજ મોકલનારે ગ્રુપનું નામ કોર્ટ રાખ્યું છે. ભોપાલ એરપોર્ટ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી છે.CISFના સત્તાવાર ઈ-મેલ પર અમદાવાદ, ભોપાલ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મેલમાં લખ્યું હતું- એરપોર્ટ બિલ્ડિંગમાં એક્સપ્લોઝિવ ડિવાઈસ લગાવવામાં આવ્યું છે. થોડા કલાકોમાં બ્લાસ્ટ થશે. આ મેઇલને ધમકી ન ગણો. બોમ્બને ડિફ્યુઝ કરો, નહીં તો ઘણા નિર્દોષ લોકો મરી જશે.