દિલ્હીમાં IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત

દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત પ્રચલિત રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે.

New Update
acd

દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત પ્રચલિત રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. દિલ્હી સરકારે આ ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

દિલ્હી ફાયર વિભાગને શનિવારે સાંજે 7 વાગ્યે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયુ હોવાની માહિતી મળી હતી. વિભાગને કોલ કરવામાં આવ્યો હતો કે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે અને ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે. મામલાની ગંભીરતા જોતા NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થિતિ એવી હતી કે ડાઇવર્સને પાણીમાં નીચે ઉતારવા પડ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસારઆ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ 25 વર્ષીય તાનિયા સોની (વિજય કુમારની પુત્રી)25 વર્ષીય શ્રેયા યાદવ (રાજેન્દ્ર યાદવની પુત્રી) અને 28 વર્ષીય નેવિન ડાલ્વિન તરીકે થઈ છે. તાનિયા અને શ્રેયા યુપીના હતા. જ્યારે નેવીન કેરળના હતા. તે દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા જેએનયુ માંથી પીએચડી કરી રહ્યો હતો.

કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાઈબ્રેરી બનાવેલી હતી. જેના લીધે અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. ફાયર ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યા અનુસારદુર્ઘટના સમયે 30થી 35 વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. જેમાં ત્રણ ફસાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન ત્રણ વિદ્યાર્થોના મૃતદેહો મળી આવ્યા હતા.

સેન્ટ્રલ દિલ્હી  ડીસીપી એમ. હર્ષવર્ધને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કેશનિવાર સાંજે દિલ્હીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કેબેઝમેન્ટમાં આટલી ઝડપથી પાણી કેવી રીતે ભરાઈ ગયું.

દિલ્હીમાંથી ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે દાવો કર્યો છે કેનાળાઓની સફાઈ ન થતાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. સપ્તાહમાં વારંવાર અહીંના લોકોએ ધારાસભ્ય દુર્ગેશ પાઠકને નાળાની સફાઈ કરવા કહ્યું હતું. પરંતુ તેમની વાત અવગણવામાં આવી હતી.અને ઘટના માટે દિલ્હીની સરકારને જવાબદાર ગણાવ્યા હતા.

Latest Stories