/connect-gujarat/media/media_files/2025/10/16/shilvvar-2025-10-16-21-52-41.jpg)
સોના અને ચાંદી બજારમાં છેલ્લા કેટલાક દિવસથી એકધારી તેજી જોવા મળી રહી હતી. ત્યારે આજે ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો છે. ગઈકાલની સરખામણીમાં ચાંદી રૂપિયા 8,000 સસ્તી થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો IBJA વેબસાઇટ પર જોઈ શકાય છે. ચાલો જાણીએ કે ચાંદી કેટલી સસ્તી થઇ છે.
16 ઓક્ટોબર 2025 ના સાંજે 5 વાગ્યે આઇબીજેએ અનુસાર 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 1,68,083 પર પહોંચી ગયો છે, જ્યારે સવારે ચાંદીનો ભાવ રૂપિયા 1,70,850 પ્રતિ કિલો હતો. 15 ઓક્ટોબરના 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 1,76,467 હતો. આનો અર્થ એ થયો કે ચાંદીના ભાવમાં આજે સવારની સરખામણીમાં લગભગ 2,800 પ્રતિ કિલો, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલની સરખામણીમાં લગભગ રૂપિયા 8,400 ઘટ્યા છે. નોધનીય છે કે, સ્પોટ માર્કેટમાં ચાંદીની શોર્ટેજના સમાચાર પછી ચાંદીના ભાવમાં ઘટાડો થયો. જોકે મુંબઈના ઝવેરી બજારમાં નવા ચાંદીના ઓર્ડર સ્વીકારવાનું બંધ થયા પછી આ ઘટાડો ઝડપી બન્યો.