આજે "યોગ" વૈશ્વિક ચળવળ બની ગયું છે', અમેરિકાથી PM મોદીનો સંદેશ...

New Update
આજે "યોગ" વૈશ્વિક ચળવળ બની ગયું છે', અમેરિકાથી PM મોદીનો સંદેશ...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 PM મોદીએ કહ્યું કે, યોગના વિસ્તરણનો અર્થ છે વસુધૈવ કુટુંબકમની ભાવનાનું વિસ્તરણ. તેથી, આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G-20 સમિટની થીમ પણ વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર રાખવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ પોતાના સંદેશમાં કહ્યું કે, યોગની વ્યાખ્યા કરતી વખતે આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે,જે એક કરે છે તે યોગ છે. તેથી યોગનો આ ફેલાવો એ વિચારનું વિસ્તરણ છે કે, સમગ્ર વિશ્વ એક પરિવાર તરીકે સમાવિષ્ટ છે. પીએમ મોદીએ કહ્યું કે, યોગનું વિસ્તરણ એટલે વસુધૈવ કુટુંબકમની ભાવનાનું વિસ્તરણ. તેથી, આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G-20 સમિટની થીમ પણ વન અર્થ, એક પરિવાર, એક ભવિષ્ય રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, આજે વિશ્વમાં કરોડો લોકો વસુધૈવ કુટુંબકમ માટે યોગની થીમ પર એકસાથે યોગ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને 'ઓશન રિંગ ઓફ યોગ' દ્વારા વધુ ખાસ બનાવવામાં આવ્યા છે. તેનો વિચાર યોગના વિચાર અને સમુદ્રના વિસ્તરણ વચ્ચેના આંતરસંબંધ પર આધારિત છે.

Latest Stories