આજથી દેશભરના 816 જેટલા નેશનલ હાઇવે પરના ટોલ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં રૂપિયા 10 થી લઈને 15 સુધી ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. ટોલ ભાડા વધારેને લઇ લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, ગુજરાતમાં રસ્તાઓ સારા છે , પણ ક્યાંક તૂટેલા રસ્તા હજુ યોગ્ય નથી. પરંતુ રોજે રોજ મુસાફરી કરતા લોકો માટે મુશ્કેલી વધી જશે. દરરોજ વડોદરા - અમદાવાદ અવરજવર કરતા લોકો માટે ભાડું વધારો યોગ્ય નથી તેવી પણ લોકોએ પ્રતિક્રિયા આપી હતી.
આજથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત નેશનલ એક્સપ્રેસ હાઈવેના ટોલના ભાડામાં વધારો થયો છે. હાલ દેશભરમાં 816 જેટલા નેશનલ એક્સપ્રેસ હાઈવે કાર્યરત છે જે પૈકી 49 એક્સપ્રેસ હાઈવે ગુજરાતમાં છે, જ્યાંથી પસાર થતા લોકોને આ ભાવ વધારો અસર કરવાનો છે. ખાસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરતા હોય છે, જેવા પ્રવાસીઓને 10% વધારે ટોલટેક્સ ચૂકવાનો વારો આવશે.