Breaking News: નોઇડામાં ગણતરીની મિનિટોમાં જ ટ્વીન ટાવર ધરાશાયી, 3700 કિલો વિસ્ફોટકોથી 12 સેકન્ડમાં 915 ફ્લેટ થયા જમીન ભેગા

ટ્વીન ટાવર તોડી પાડવામાં આવ્યો છે.3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઇમારતને તોડી પાડવામાં આવી હતી

New Update
Breaking News: નોઇડામાં ગણતરીની મિનિટોમાં જ ટ્વીન ટાવર ધરાશાયી, 3700 કિલો વિસ્ફોટકોથી 12 સેકન્ડમાં 915 ફ્લેટ થયા જમીન ભેગા

નોઈડાના સેક્ટર 93Aમાં સ્થિત સુપરટેક ટ્વીન ટાવર તોડી પાડવામાં આવ્યો છે.3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઇમારતને તોડી પાડવામાં આવી હતી. થોડા સમય પહેલા સુધી, કુતુબ મિનારની ઉપર ટ્વીન ટાવર દેખાતું હતું, જે હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે.ટ્વીન ટાવર ધ્વસ્ત થતા જ ધૂળના જબરદસ્ત ગોટેગોટા ઉડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ બે કલાક સુધી હવામાં ધૂળના ગોટેગોટા છવાયેલા રહેશે. ત્યાં આસપાસ લોકોને દૂર કરવામાં આવ્યા છે. હેલ્થ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ત્રણ હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

Latest Stories