/connect-gujarat/media/media_files/2025/10/14/scs-2025-10-14-10-47-09.jpg)
જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક ભારતીય સેનાએ ઓપરેશન ચલાવતાં બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે.
પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયાસોની મળેલી માહિતીના આધારે શરૂ કરાયેલું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે સુરક્ષા દળોને વિસ્તારમાં વધુ આતંકવાદીઓના છૂપાયેલા હોવાની આશંકા છે.
કુપવાડા જિલ્લાના વારસન વિસ્તારના બ્રિજથોર જંગલમાં થયેલી સંયુક્ત કાર્યવાહી દરમિયાન સેના અને પોલીસે મળીને એક મોટા આતંકવાદી ઠેકાણાનું ભંડાફોડ કર્યું. આ ઠેકાણેથી મળેલી યુદ્ધ સામગ્રીમાં બે એકે-સિરીઝ રાઇફલ્સ, ચાર રોકેટ લોન્ચર, ભારે માત્રામાં દારૂગોળો અને અન્ય ઘાતક સામગ્રીનો સમાવેશ થાય છે. આ સંભવિત હુમલાની પૂર્વ તૈયારી તરીકે માની શકાય છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સને મળેલી ગુપ્ત માહિતીના આધારે શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન વધુ મજબૂત બનાવી દીધું છે. વિસ્તારની દરેક કણિયે કણિયે તટસ્થતાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.