/connect-gujarat/media/post_banners/25a5982420ab2eeac7dc680b7f187bd115d64b2967c04bd714e9630e8ccbd5f8.webp)
મોદી કેબિનેટમાં ફેરબદલ મોદી સરકારના કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. કિરણ રિજિજુને હવે કાયદા પ્રધાનને બદલે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સાથે જ અર્જુન રામ મેઘવાલને કેન્દ્રીય કાયદા મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે તેઓ સંસદીય બાબતોના મંત્રી અને સાંસ્કૃતિક મંત્રી તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
ફેરબદલના ભાગરૂપે, અર્જુન રામ મેઘવાલને કાયદા અને ન્યાય મંત્રાલય ઉપરાંત રિજિજુના વર્તમાન પોર્ટફોલિયો પણ મળશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન મોદીની સલાહ મુજબ કેન્દ્રીય મંત્રી પરિષદમાં બે મંત્રીઓ વચ્ચે પોર્ટફોલિયોની પુનઃવિતરણનો નિર્દેશ આપ્યો છે.
કિરણ રિજિજુએ 8 જુલાઈ 2021 ના રોજ કાયદા અને ન્યાય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેમણે મે 2019 થી જુલાઈ 2021 સુધી યુવા બાબતો અને રમતગમતના રાજ્ય પ્રધાન સ્વતંત્ર હવાલો તરીકે પણ સેવા આપી.
આ મોદી સરકારની નવી કેબિનેટ હશે :-
- રાજનાથ સિંહ - સંરક્ષણ મંત્રાલય
- અમિત શાહ- ગૃહ મંત્રાલય, સહકાર મંત્રાલય
- નીતિન ગડકરી- રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય
- કિરેન રિજિજુ- પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
- નિર્મલા સીતારમણ - નાણા મંત્રાલય, કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
- નરેન્દ્ર સિંહ તોમર - કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
- સુબ્રહ્મણ્યમ જયશંકર- વિદેશ મંત્રાલય
- અર્જુન મુંડા - આદિજાતિ બાબતોનું મંત્રાલય
- સ્મૃતિ ઈરાની- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, લઘુમતી બાબતોનું મંત્રાલય
- પીયૂષ ગોયલ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ગ્રાહક બાબતોનું મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, કાપડ મંત્રાલય
- ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય