કેન્દ્રીય નાણામંત્રીની હલવા સેરેમની, બજેટને અંતિમ સ્વરૂપ અપાયું

નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરશે. જોકે, બજેટ રજૂ કરતા પહેલા મંગળવારે નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું

Nirmala Sitharaman
New Update

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરશે. જોકે, બજેટ રજૂ કરતા પહેલા મંગળવારે નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

બજેટ સંબંધિત તમામ કામ પૂર્ણ થયા બાદ નાણામંત્રી દ્વારા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે હતું. આ હલવા સેરેમનીનો અર્થ છે કે, બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

Nirmala Sitharaman.

ત્યારબાદ પછી આ હલવો નાણામંત્રી પોતે તમામ કર્મચારીઓપ્રિન્ટિંગ કામ સાથે જોડાયેલા કર્મચારીઓ અને નાણા અધિકારીઓને વહેંચે છે. જાણવા મળ્યા મુજબ, બજેટ બનાવવા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ બહારના વ્યક્તિને મળી પણ શકતા નથી. એટલું જ નહીં, નાણા મંત્રાલયમાં કોઈ બહારની વ્યક્તિને પ્રવેશ અપાતો નથી.

#Budget 2024 #Finance Minister Nirmala Sitharaman #હલવા સેરેમની
Here are a few more articles:
Read the Next Article