કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને કર્યું મોટું એલાન, વાહન ચાલકો મળશે રાહત

રાજ્યસભામાં રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે, મલ્ટી-લેન સીમલેસ ટ્રાન્સપોર્ટ (MLFF) ટોલ સિસ્ટમ

New Update
scs

રાજ્યસભામાં રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે, મલ્ટી-લેન સીમલેસ ટ્રાન્સપોર્ટ (MLFF) ટોલ સિસ્ટમ અને AI- બેસ્ડ હાઇવે મેનેજમેન્ટ 2026 ના અંત સુધીમાં દેશભરમાં પૃરુ થઇ જશે. આ સિસ્ટમ એકવાર અમલમાં આવ્યા બાદ આ ટેકનિકના કારણે ટોલ પ્લાઝા પર મુસાફરો અને વાહન ચાલકોને રાહ નહીં જોવી પડે. 

રાજ્ય સભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં, ગડકરીએ જણાવ્યું કે, નવી ટેકનિક AI-બેસ્ડ હશે. મુસાફરોને હવે ટોલ પ્લાઝા પર રાહ જોવી નહીં પડે અને તેના લીધે 1500 કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે અને સરકારી આવકમાં 6000 કરોડરૂપિયાનો વધારો થશે.

ગડકરીએ હાઉસમાં જણાવ્યું હતું કે, "મલ્ટી-લેન સીમલેસ ટ્રાન્સપોર્ટ ટોલ (MLFF) એક શનદાર સુવિધા છે. પહેલા આપણે ટોલ ચૂકવવો પડતો હતો અને તેમાં 3થી 10 મિનિટનો સમય લાગતો હતો. પછી, FASTagના કારણે સમય ઘટીને 60 સેકન્ડથી ઓછો થયો. અમારી આવકમાં મિનિમમ 5000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. MLFF આવવાની સાથે તેને FASTagની જગ્યા લેતા કાર હવે મેક્સિમમ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટોલ પાર કરી શકે છે અને કોઈને ટોલ પર રોકવામાં નહીં આવે. અમારો પ્રયાસ તેને શૂન્ય મિનિટ સુધી લઇ જવાનો છે અને આમાં AI અને FASTag સાથે સેટેલાઇટ નંબર પ્લેટ ઓળખનો સમાવેશ થશે."

સંસદમાં ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, "2026 સુધીમાં અમે આ કાર્ય 100 ટકા પૂરું કરી દેશું. એકવાર આ કામગીરી પૂર્ણ થઈ જાય ત્યાર બાદ 1500 કરોડ રૂપિયાની બચત થશે, આપણી આવકમાં વધુ 6000 કરોડ રૂપિયાનો વધારો થશે, અને ટોલ ચોરી દૂર થશે. કોઈ સમસ્યા નહીં રહે અને લોકોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે."

Latest Stories