UPSC દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસીસ પ્રિલીમનરી પરીક્ષાનું પરિણામ જાહેર

દેશ | સમાચાર યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસિસ પ્રિલિમિનરી પરીક્ષા-2024નું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું

New Update
દેશ | સમાચાર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસિસ પ્રિલિમિનરી પરીક્ષા-2024નું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસીએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. સત્તાવાર નિવેદન અનુસાર, આ પરીક્ષા 16 જૂને લેવામાં આવી હતી. તમામ ઉમેદવારો તેમના પરિણામો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે.

આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો હવે યુપીએસસી મેન્સ માટે હાજર રહેશે. આ પછી ઈન્ટરવ્યુ અને પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષની પરીક્ષા દ્વારા 1056 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વિદેશ સેવાનો સમાવેશ થાય છે. કુલ બેઠકોમાંથી, 40 બેન્ચમાર્ક વિકલાંગતા કેટેગરી ધરાવતી વ્યક્તિઓ માટે અનામત છે.

Latest Stories