/connect-gujarat/media/media_files/2025/01/23/iOpn1EZYDEnQ7MWlDpN5.jpg)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ બુધવારે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (CSE) 2025 નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વર્ષે 979 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ઉપરાંત, UPSC IFoS એટલે કે ભારતીય વન સેવા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. આયોગે વન સેવા માટે 150 જગ્યાઓની જાહેરાત કરી છે.પ્રીલિમ્સ માટે એક વખતનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
UPSC CSE ઉમેદવારો પ્રીલિમ માટે પ્રથમ વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) કરવાનું રહેશે. ઉમેદવારો 7 દિવસ સુધી જે પણ ડેટા છે તે જોઈ શકશે. આ પ્રોફાઇલમાં કોઈપણ ફેરફાર 18 ફેબ્રુઆરી 2025 સુધી કોઈપણ ફી વગર કરી શકાશે.12 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી 2025 સુધી UPSC CSE ફોર્મમાં કોઈપણ પ્રકારના સુધારા માટે વિન્ડો ખુલ્લી રહેશે. સુધારણા માટે ઉમેદવારોને 7 દિવસનો સમય આપવામાં આવશે.