Connect Gujarat
ગુજરાત

વડોદરા: કોન્ટ્રાક્ટ માટે લાંચ લેનાર પોલીસ આવાસના એન્જિનિયરની ધરપકડ, રૂપિયા 30 હજારની માંગી હતી લાંચ

વડોદરા: કોન્ટ્રાક્ટ માટે લાંચ લેનાર પોલીસ આવાસના એન્જિનિયરની ધરપકડ, રૂપિયા 30 હજારની માંગી હતી લાંચ
X

વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઈજારો અપાવવાનાનાં નામે લાંચ માંગવાના આરોપી વર્ગ-1નાં કર્મચારીને એ.સી.બીએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જીગર શાહ, કાર્યપાલક ઇજનેર, વર્ગ-૧, ગુ.રા.પોલીસ આવાસ નિગમ લી. અકોટા, વડોદરા રહે. ગાધીનગરે ઈજારો અપાવવાનાં નામે લાંચ માંગી હતી. જેની ફરિયાદ એ.સી.બી સમક્ષ નોંધાઇ હતી.

ફરિયાદીને જીગર શાહે પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ઓફીસર્સ ટોયલેટ તથા સ્ટાફ ટોયલેટ અને કોમ્યુનિટી હોલમાં પેવર બ્લોકની કામગીરી તથા દંતેશ્વર ઓપન જેલ ખાતે વાયર ફેન્સીંગનુ બાંધકામનુ ટેન્ડર અપાવવાના માટે ઇજારદાર પાસે રૂ.30 હજારની લાંચ માગી સ્વીકાર્યા હતા. જે અંગે તેમના વિરૂધ્ધ રજુઆત થતા ફરિયાદીને પરત આપી દીધા હતા. આ અંગે આરોપી જીગર શાહે સેશન્સ તથા હાઈકોર્ટમાં આગોતરા જામીન મુકતાં નામંજુર થયા હતા. પરિણામે ધરપકડ કરવામાં આવી હતી.

Next Story