વલસાડ : પાલિકા વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરાય, ગંદકી નહીં કરવા લોકોને તંત્રની અપીલ...

New Update
વલસાડ : પાલિકા વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરાય, ગંદકી નહીં કરવા લોકોને તંત્રની અપીલ...

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જિલ્લાની વિવિધ પાલિકાઓ દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. ૧૫મી ઑક્ટોબરથી ૧૬મી ડિસેમ્બર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ અંતર્ગત તા. ૦૪ ડિસેમ્બરના રોજ વલસાડ નગરપાલિકા મોગરવાડી ઝોન ખાતે આવેલ UPHC સેન્ટર અને અબ્રામા ઝોન ખાતે આવેલ UPHC સેન્ટરની, ઉમરગામ નગરપાલિકા દ્વારા શ્રધ્ધા ક્લિનિક, ગાંધીવાડી, પારડી નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક પાવડર છંટકાવ અને સફાઈ ધરમપુર નગરપાલિકા દ્વારા હોસ્પિટલ અને આસપાસના વિસ્તારની તેમજ વાપી નગરપાલિકા દ્વારા દીક્ષિત હોસ્પિટલ અને આસપસના વિસ્તાર ખાતે સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Latest Stories