વીર સાવરકર માનહાનિ કેસ,રાહુલ ગાંધીની અરજી લખનઉ હાઈકોર્ટે ફગાવી

રાહુલ ગાંધીની અરજી લખનઉ હાઈકોર્ટે ફગાવી દીધી છે. 2 એપ્રિલના રોજ તેમણે વીર સાવરકર માનહાનિ કેસમાં લખનઉ સેશન્સ કોર્ટના સમન્સ આદેશ અને 200 રૂપિયાના દંડને હાઇકોર્ટમાં પડકાર્યો હતો

New Update
rahul gandhi 2

રાહુલ ગાંધીની અરજી લખનઉ હાઈકોર્ટે ફગાવી દીધી છે. 2 એપ્રિલના રોજ તેમણે વીર સાવરકર માનહાનિ કેસમાં લખનઉ સેશન્સ કોર્ટના સમન્સ આદેશ અને 200 રૂપિયાના દંડને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે તેમને વૈકલ્પિક ઉપાય અપનાવવાનું સૂચન કર્યું છે અને લખનઉ સેશન્સ કોર્ટમાં જવા કહ્યું છે. 

Advertisment


3 માર્ચે, લખનઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) કોર્ટે રાહુલ ગાંધી પર સુનાવણીમાં સતત ગેરહાજરી બદલ 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ચેતવણી આપવામાં આવી હતી કે તેમને 14 એપ્રિલ 2025ના રોજ કોર્ટમાં હાજર રહેવું જોઈએ, જો તેઓ આ તારીખે પણ હાજર નહીં થાય તો કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે. બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કરી શકાય છે.12 ડિસેમ્બર, 2024ના રોજ લખનઉ સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને કલમ 153A અને 505 IPC હેઠળ સમન્સ જાહેર કર્યા હતા. ૩ માર્ચે, ACJM એ 200 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. અમે આની વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયા, પરંતુ કોર્ટે અમારી માંગણી ફગાવી દીધી. હવે અમે બીજી અરજી દાખલ કરીશું.

Advertisment
Latest Stories