/connect-gujarat/media/media_files/2025/07/21/president-2025-07-21-22-30-28.jpg)
આજથી સંસદનું ચોમાસું સત્ર શરુ થયું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હું બંધારણના અનુચ્છેદ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/07/21/gwzjrq9beaaeeys-2025-07-21-22-26-21.jpeg)
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્ય કારણોનો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં તેમણે લખ્યું છે કે, "સ્વાસ્થ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે, હું બંધારણના અનુચ્છેદ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું."
જગદીપ ધનખરે પત્રમાં લખ્યું છે કે, સંસદના તમામ સભ્યો તરફથી મને મળેલી હૂંફ, વિશ્વાસ અને સ્નેહ હંમેશા મારી યાદોમાં રહેશે. દેશના મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મને મળેલા અમૂલ્ય અનુભવો અને આંતરદૃષ્ટિ માટે હું ખૂબ આભારી છું. આ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન દેશની આર્થિક પ્રગતિ અને અભૂતપૂર્વ વિકાસને જોવો અને તેમાં ભાગ લેવો મારા માટે સૌભાગ્ય અને સંતોષની વાત રહી છે.