રાજ્યસભામાં પણ વકફ સુધારણા બિલ પસાર, રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ બનશે કાયદો !

ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં વકફ સુધારા બિલ પણ પસાર થયું. બિલના પક્ષમાં 128 સાંસદોએ મતદાન કર્યું અને 95 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું. આ પહેલા

New Update
waqf

ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં વકફ સુધારા બિલ પણ પસાર થયું. બિલના પક્ષમાં 128 સાંસદોએ મતદાન કર્યું અને 95 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું. 

Advertisment

ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં વકફ સુધારા બિલ પણ પસાર થયું. બિલના પક્ષમાં 128 સાંસદોએ મતદાન કર્યું અને 95 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું. આ પહેલા બુધવારે મોડી રાત્રે લોકસભામાં વકફ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું.લોકસભામાં બિલના પક્ષમાં 288 મત પડ્યા અને તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. ગુરુવારે બપોરે 1 વાગ્યાથી રાજ્યસભામાં બિલ પર ચર્ચા ચાલી રહી હતી. જે લગભગ 13 કલાક સુધી ચાલી. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે. તેમની મંજૂરી મળ્યા પછી તે કાયદો બનશે.

બુધવારે લોકસભામાં પસાર થયા બાદ ગુરુવારે રાજ્યસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું. બપોરે 1 વાગ્યાથી ચર્ચા ચાલી રહી હતી.બીજુ જનતા દળ (BJD) એ વક્ફ બિલ પર કહ્યું છે કે પાર્ટીએ તેના સાંસદોને કોઈ વ્હીપ જારી કર્યો નથી. સાંસદોએ પોતાના અંતરાત્માની વાત સાંભળવી જોઈએ અને વકફ બિલ પર નિર્ણય લેવો જોઈએ.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ વક્ફ બિલ પર વિપક્ષના વલણ પર નિશાન સાધ્યું. નડ્ડાએ કહ્યું - અમે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર કરતાં વક્ફ બિલ અંગે ઘણી વધુ ગંભીરતા બતાવી.

Advertisment
Latest Stories