વાયનાડ ભુસ્ખલન: 138 લોકો હજુ પણ ગુમ, PM મોદી આવતીકાલે પીડિતોને મળવા જાય એવી શક્યતા

Featured | દેશ | સમાચાર, કેરળના વાયનાડમાં 29 જુલાઈએ મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનમાં 138 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે (8 ઓગસ્ટ) સતત 10મા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી હતી.

New Update
વયનાડ

કેરળના વાયનાડમાં 29 જુલાઈએ મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનમાં 138 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે (8 ઓગસ્ટ) સતત 10મા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 413 લોકોનાં મોત થયાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીડિતોને મળવા શનિવારે (10 ઓગસ્ટ) વાયનાડ જશે. વડાપ્રધાનની વિશેષ ફ્લાઇટ કન્નુરમાં ઉતરશે. કન્નુરથી પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. આ પછી તે રાહત શિબિરોમાં પીડિતોને મળશે, જ્યાં 10 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે.મોદીની મુલાકાતને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમની મુલાકાત પછી, વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આફત (લેવલ-3 ડિઝાસ્ટર) જાહેર કરવામાં આવી શકે છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે (7 ઓગસ્ટ) લોકસભામાં આ માગ કરી હતી.

Latest Stories