વાયનાડ ભુસ્ખલન : અત્યાર સુધી 249 લોકોના મોત

દેશ | સમાચાર, કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 249 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 240 લોકો ગુમ છે.મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા

વાયનાડ ભુસ્ખલન
New Update

કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 249 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 240 લોકો ગુમ છે.મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા.

આર્મી, એરફોર્સ, NDRF, SDRF, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધી 1 હજાર લોકોને બચાવી લેવાયા, 3 હજાર લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં કહ્યું હતું કે, કેરળ સરકારને 23-24 જુલાઈએ જ એલર્ટ કરી હતી, જો સરકારે લોકોને સમયસર હટાવ્યા હોત તો આટલું નુકસાન ન થયું હોત.

Here are a few more articles:
Read the Next Article