ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાશે WC 2023 ફાઈનલ

New Update
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાશે WC 2023 ફાઈનલ

ક્રિકેટનાં ઈતિહાસમાં 2 સૌથી મોટી ટીમ 20 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ ફાઈનલમાં આમને-સામને થવા જઈ રહી છે. વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ બસ થોડા જ કલાકોમાં અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ જશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઑસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પોતાની બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી છે. દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી આ મેચમાં પોતાનું વિસ્ફોટક પર્ફોર્મન્સ આપી શકે છે.

વિરાટ કોહલીની અગ્રેસિવ બેટિંગ ઑસ્ટ્રેલિયા માટે મુશ્કેલીજન્ય બની શકે છે. કોહલીએ આ વિશ્વકપમાં 3 સદીઓ ફટકારી હતી. તેમણે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે 117 રન બનાવ્યાં હતાં. દક્ષિણ આફ્રીકાની સામે 101 રન બનાવ્યાં હતાં જ્યારે બાંગ્લાદેશની સામે 103 રન ફટકાર્યાં હતાં. વિરાટે ઑસ્ટ્રેલિયાની સામે ચેન્નઈમાં થયેલ મેચમાં 85 રનોની ઈનિંગ રમી હતી. જો તે ફાઈનલમાં પણ આ જ રીતે રમ્યાં તો ઑસ્ટ્રેલિયાનાં બોલર્સની હાલત ખરાબ થઈ શકે છે.

ટીમ ઈન્ડિયાનું બેટિંગ લાઈનઅપ ઘણું મજબૂત છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સાથે-સાથે કે.એલ રાહુલ પણ સંકટની સ્થિતિમાં ટીમને સંભાળવાનું જાણે છે. કોહલી આ વખતે સૌથી વધુ રન બનાવવાનાં મામલામાં ટૉપ પર છે. તેમણે હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં 711 રન બનાવ્યાં છે જેમાં 3 સદીઓ ફટકારી હતી. રોહિતે 550 રન બનાવ્યાં છે. ભારત પાસે બેટિંગની સાથે-સાથે બોલિંગ માટે પણ ઘણાં સારા ખેલાડીઓ છે. મોહમ્મદ શમી આ વખતનાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. શમીની સાથે જસપ્રીત બુમરાહે પણ પ્રશંસનીય પ્રદર્શન આપ્યું છે.

Latest Stories