Connect Gujarat
દેશ

'વન નેશન વન ઇલેક્શન' શું છે..?

જો સમગ્ર દેશની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો એનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે.

વન નેશન વન ઇલેક્શન શું છે..?
X

'વન નેશન વન ઇલેક્શન' શું છે..?

હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ, એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.

આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ..

કાયદાપંચે ડિસેમ્બર 2015માં વન નેશન-વન ઇલેક્શન પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. કહેવામાં આવ્યું હતું કે જો દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય તો કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. આ ઉપરાંત ચૂંટણીની આચારસંહિતાની વારંવાર અમલવારી ન થવાને કારણે વિકાસનાં કામોને પણ અસર નહીં થાય.

જો સમગ્ર દેશની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો એનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ઓગસ્ટ 2018માં કાયદાપંચનો રિપોર્ટ આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જો 2019માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય તો ખર્ચમાં 4500 કરોડ રૂપિયાનો વધારો થશે.

Next Story