અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે બિપરજોય વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનનાં દરિયા કિનારાના વિસ્તારોમાં લેન્ડફોલ કરવા જઇ રહ્યું છે. આ સમયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય તેવી સંભાવના છે. હાલમાં આ વિસ્તારના લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે. આ સમયે વાવાઝોડાની અસર વચ્ચે બુધવારે સાંજે કચ્છમાં ભૂકપના આંચકા અનુભવાયા હતા. સાંજે 5:05 વાગ્યે આવેલ ભૂકંપની તીવ્રતા રિકટલ સ્કેલ પર 3.5 હોવા છતાં લોકોમાં ડર ફેલાઈ ગયો છે. આ પહેલા સાંજે 4:15 વાગ્યે જમ્મુ કશ્મીર માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આના એક દિવસ પહેલા દિલ્લી માં ભૂકંપના આંચકા જોવા મળ્યા હતા. જેની અસર ચંડીગઢ સહિત અનેક શહેરોમાં જોવા મળી હતી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જયારે વાવાઝોડું આવે છે ત્યારે ભૂકંપ શા માટે લઈને આવે છે? આવું કેમ થાય છે.ભૂકંપ અને વાવાઝોડા વચ્ચે શું સંબંધ હશે?
જળવાયુના પરીવર્તનના કારણે આ બધા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.
જે રીતે આબોહવા બદલાઈ રહી છે. ભૂસ્તરશાસ્ત્રીઓમાં પરીવર્તન જોવા મળી રહ્યું છે. જેના કારણે આ તોફાન અને ભૂકંપ સાથે આવે છે. ભારતીય ઉપખંડમાં મહાસાગરો સતત ગરમ રહેવા લાગ્યા છે જેના કારણે આ ચક્રવાતોની સંખ્યા વધી રહી છે. હાલમાં જ ન્યૂઝીલેન્ડમાં પહેલા પૂર આવ્યું હતું અને ત્યાર બાદ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. સાંસોધકો આ બાબતે અભ્યાસ કરી રહ્યા છે.