કોણ છે ચંદ્રયાન 3ની સફળતાના અસલી હીરો? જાણો તેમના સંપૂર્ણ માહિતી......

ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. તેની પાછળ ઇસરોના ઘણા ઇંજિનિયરો અને વૈજ્ઞાનિકોની મહેનત છે.

New Update
કોણ છે ચંદ્રયાન 3ની સફળતાના અસલી હીરો? જાણો તેમના સંપૂર્ણ માહિતી......

ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. તેની પાછળ ઇસરોના ઘણા ઇંજિનિયરો અને વૈજ્ઞાનિકોની મહેનત છે. તેમના આ હીરો વિષે બહુ ઓછા લોકો જાણે છે. તો આજે અમે તેના વિષે વિગતવાર જણાવવા જય રહ્યા છીએ.

· આ લોકોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ચંદ્રયાન-3ને પૂર્ણ કરવામાં મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ચંદ્રયાન-3ને સફળ બનાવવામાં એસ સોમનાથ ઉપરાંત પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલ, મિશન ડાયરેક્ટર મોહના કુમાર, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ના ડિરેક્ટર એસ ઉન્નીકૃષ્ણન નાયર, યુ આર રાવ સેટેલાઇટ સેન્ટર (યુઆરએસસી)ના ડિરેક્ટર એમ શંકરન અને લોંચ ઓથોરાઈઝેશન બોર્ડના (LAB)ના વડા એ રાજરાજને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

· ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ

વ્હીકલ માર્ક-3ની મદદથી જ ચંદ્રયાન-3 ભ્રમણકક્ષા સુધી પહોંચી શક્યું હતું. એરોસ્પેસ એન્જિનિયર એસ સોમનાથે ચંદ્રયાનના વ્હીકલ માર્ક- 3 અથવા બાહુબલી રોકેટની ડિઝાઇનમાં મદદ કરી હતી. તે બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને સંસ્કૃત બોલી શકે છે અને યાનમ નામની સંસ્કૃત ફિલ્મમાં અભિનય કર્યો છે.

· ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડિરેક્ટર વીરમુથુવેલ

ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર વીરમુથુવેલે ચેન્નાઈમાંથી માસ્ટર ઓફ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો છે. તેઓ ચંદ્રયાન-2 અને મંગલયાન મિશન સાથે જોડાયેલા હતા. વીરમુથુવેલે તેમના અનુભવથી ચંદ્રયાન-3 મિશનને મજબૂત કરવામાં મદદ કરી.

· મિશન ડિરેક્ટર મોહના કુમાર

એસ મોહના કુમાર ચંદ્રયાન-3ના મિશન ડાયરેક્ટર છે. તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના વરિષ્ઠ વૈજ્ઞાનિક છે. ચંદ્રયાન-3 પહેલા, તેઓ LVM3-M3 મિશન પર વન વેબ ઈન્ડિયા 2 સેટેલાઇટના ડિરેક્ટર હતા.

· VSSC ડાયરેક્ટર એસ ઉન્નીકૃષ્ણન નાયર

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે એસ ઉન્નીકૃષ્ણન નાયર અને તેમની ટીમ ચંદ્રયાન-3 ના દરેક નિર્ણાયક પાસાઓની દેખરેખ રાખે છે. નાયરે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (JSLV) માર્ક-III વિકસાવ્યું છે. તે એરોસ્પેસ એન્જિનિયર છે. તેણે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાંથી અભ્યાસ કર્યો હતો.

· યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર એમ શંકરન

એમ શંકરનને ઈસરોનું પાવરહાઉસ માનવામાં આવે છે. તે નોવલ પાવર સિસ્ટમ્સ અને પાવર સેટેલાઇટ તરફ દોરી જતા સોલર આરેસ બનાવવામાં નિષ્ણાત છે. તેમને સેટેલાઇટ બનાવવાનો ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. એમ શંકરન ચંદ્રયાન-1, મંગલયાન અને ચંદ્રયાન-2 ઉપગ્રહોના પણ એક ભાગ હતા.

· લોન્ચ ઓથોરાઈઝેશન બોર્ડ (LAB)ના વડા એ. રાજરાજન

એ રાજરાજન એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે અને હાલમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR, શ્રીહરિકોટાના ડિરેક્ટર છે. તેણે ચંદ્રયાન-3ને ભ્રમણકક્ષામાં મૂક્યું. રાજરાજન કમ્પોઝિટના ક્ષેત્રમાં નિષ્ણાત છે.

· યુઆર રાવ સેટેલાઇટ ડેપ્યુટી પ્રોજેક્ટર ડાયરેક્ટર કલ્પના

કોવિડ રોગચાળાની મુશ્કેલીઓ છતાં કલ્પના કે એ ચંદ્રયાન-3 ટીમ સાથે કામ કર્યું. તેમણે એક એન્જિનિયર તરીકે પોતાનું જીવન ભારતના સેટેલાઇટ બનાવવા માટે સમર્પિત કર્યું છે. તે ચંદ્રયાન-2 અને મંગલયાન બંને મિશનમાં સામેલ હતા.

· રિતુ કરીધલ શ્રીવાસ્તવ

રિતુ કરિધલ શ્રીવાસ્તવ ISROમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક છે અને ભારતના માર્સ ઓર્બિટર મિશન (MOM)ના ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેનો જન્મ લખનૌમાં થયો હતો અને તેણે 1996માં લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી કર્યું હતું. તેણે બેંગ્લોરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIMC)ના એરોસ્પેસ એન્જિનિયરિંગ વિભાગમાંથી એમટેક પણ કર્યું.

Read the Next Article

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ, દર મહિને 18 અબજથી વધુ થયા વ્યવહારો

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નવા અહેવાલ 'રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ:

New Update
upi

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નવા અહેવાલ 'રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ: ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી' અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે.

UPI એ લેવડ-દેવડની રીત બદલી નાખી

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા 2016 માં લોન્ચ કરાયેલ, UPI આજે ભારતમાં પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવાનો સૌથી ઝડપી, સરળ અને સૌથી વિશ્વસનીય માર્ગ બની ગયો છે. UPI દ્વારા બહુવિધ બેંક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી શકાય છે. તમે કોઈને પૈસા મોકલવા માંગતા હોય, દુકાનમાં ચૂકવણી કરવા માંગતા હોવ કે મિત્રોને પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોય - બધું ફક્ત  ક્લિક્સમાં થાય છે.

દર મહિને 18 અબજના ટ્રાન્ઝેક્શન

આજે, UPI દ્વારા ભારતમાં દર મહિને 18 અબજથી વધુ વ્યવહારો થઈ રહ્યા છે. જૂન 2025 માં જ UPI એ 18.39 અબજ વ્યવહારો દ્વારા 24.03 લાખ કરોડ રૂપિયાના ચુકવણીઓ પર પ્રક્રિયા કરી. ગયા વર્ષે જૂનમાં, આ આંકડો 13.88 અબજ ટ્રાન્ઝેક્શન હતો. એટલે કે, એક વર્ષમાં લગભગ 32 % નો વધારો નોંધાયો છે.

49.1 કરોડ લોકો, 65 લાખ વેપારીઓ જોડાયા

આજે, 491મિલિયન લોકો અને 65 લાખ વેપારીઓ UPI સાથે જોડાયેલા છે. 675 બેંકો UPI પર એક સાથે કામ કરે છે, જેથી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકથી  ચિંતા કર્યા વિના કોઈપણને  બેંકમાં ચુકવણી કરી શકે.

Latest Stories