Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકાર દ્વારા ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સને લઈને કર્યો મોટો ઘટાડો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે મોટો ઘટાડો

કેન્દ્ર સરકાર દ્વારા ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સને લઈને કર્યો મોટો ઘટાડો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે મોટો ઘટાડો
X

કેન્દ્ર સરકાર દ્વારા ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સને લઈને મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને 3,500 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. અગાઉ તે 4400 રૂપિયા પ્રતિ ટન હતો. તે મુજબ વિન્ડફોલ ટેક્સમાં 900 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ડીઝલની નિકાસ ડ્યુટીમાં 0.50 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. બીજી તરફ, પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ વધેલો દર 21 માર્ચથી લાગુ થશે.

વિન્ડફોલ ટેક્સમાં વધારો થયો હતો

થોડા સમય પહેલા એટલે કે 4 માર્ચે કેન્દ્ર સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સમાં થોડો વધારો કરવામાં આવ્યો હતો. સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 4350 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4400 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો. જો કે, ડીઝલની નિકાસમાં પ્રતિ લિટર રૂ. 0.5નો વધારો થયો હતો. જ્યારે એટીએફને નિકાસ ડ્યુટીમાંથી દૂર કરવામાં આવી હતી.

Next Story