/connect-gujarat/media/media_files/2025/11/07/scsc-2025-11-07-09-39-03.jpg)
ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન થઈ ગયું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા બાદ ઠંડા પવનો હવે મેદાનો તરફ આગળ વધ્યા છે. જેના પરિણામે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે. સવાર અને સાંજના તાપમાનમાં ઘટાડા સાથે હળવો ધુમ્મસ પણ દેખાવા લાગ્યો છે.
હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ગુરુવારે ભારે ઠંડીનો અનુભવ થયો. લાહૌલ-સ્પિતિ જિલ્લાના તાબોમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.5°C નોંધાયું જે આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત રહી. કીલોંગમાં માઈનસ 3.2°C, કુકુમસેરીમાં માઈનસ 2.1°C, અને કિન્નૌરના કલ્પામાં 0.2°C તાપમાન નોંધાયું. કલ્પામાં સિઝનની પહેલી બરફવર્ષા થતા આસપાસના વિસ્તારોમાં ઠંડી વધુ તીવ્ર બની ગઈ છે.
જમ્મુ અને કાશ્મીરનો ગુલમર્ગ રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો. ગુલમર્ગ અને સોનમર્ગ સહિતના પર્યટન સ્થળોએ ભારે બરફવર્ષા થઈ. ગુલમર્ગનું લઘુત્તમ તાપમાન 3.2°C સુધી ઘટ્યું જે સામાન્ય કરતાં 4.9°C ઓછું હતું. પહેલગામમાં દિવસનું મહત્તમ તાપમાન 13°C અને લઘુત્તમ તાપમાન માઈનસ 1.8°C નોંધાયું.