મહિલા ટેનિસ ખેલાડી મનિકા બત્રા સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

ભારતની મહિલા ટેનિસ ખેલાડી મનિકા બત્રા શાનદાર પ્રદર્શન કરતા એશિયન કપ ટેબલ ટેનિસ ટુનામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી

New Update
મહિલા ટેનિસ ખેલાડી મનિકા બત્રા સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

ભારતની મહિલા ટેનિસ ખેલાડી મનિકા બત્રા શાનદાર પ્રદર્શન કરતા એશિયન કપ ટેબલ ટેનિસ ટુનામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી હતી. તેણે ક્વાર્ટરફાઇનલમાં ચીની તાઇપેની ખેલાડી ચેન સૂ યૂને 4-3થી હરાવી હતી. મનિકા આ ટુનામેન્ટમાં સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. વિશ્વ રેન્કિંગમાં 44મા નંબરની મનિકાએ મહિલા સિંગલ મેચમાં ચીની તાઇપેની ખેલાડીને ટક્કર આપતા જીત હાંસલ કરી હતી.

મનિકાએ ચીની તાઇપેની ખેલાડી ચેન સૂ યૂ પર શાનદાર જીત હાંસલ કરી છે. તેણે ચેનને 6-11, 11-6, 11-5, 11-7, 8-11, 9-11, 11-9થી હાર આપી હતી. મનિકા આ જીત સાથે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. તેને લઇને ટ્વિટર પર ફેન્સ અનેક કોમેન્ટ કરી રહ્યા છે.

મનિકા અગાઉ દુનિયાની સાતમા નંબરનની ચીનની ખેલાડી ચેન જિંગટોંગને હાર આપી ચૂકી છે. મનિકા સેમિફાઇનલમાં કોરિયાની જિયોન જિહી અને જાપાનની મીમા ઇતો વચ્ચે રમાનારી મેચમાં વિજેતા થનારી સામે ટકરાશે.

ઉલ્લેખનીય છે કે, મનિકા કોમનવેલ્થ ગેમ્સમાં બે વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તેણે ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી 2018 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટીમ અને સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે 2018માં વિમેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મનિકાએ એશિયન ગેમ્સ 2018માં પણ મેડલ જીત્યો હતો. તેણે જાકાર્તામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે સાઉથ એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે.

Latest Stories