વર્લ્ડકપ 2023: ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, કે.એલ રાહુલે અણનમ 97 રન બનાવ્યા

New Update
વર્લ્ડકપ 2023: ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, કે.એલ રાહુલે અણનમ 97 રન બનાવ્યા

ઓસ્ટ્રેલિયાના બોલરોની તોફાની શરૂઆત બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર ઇનિંગ્સ રમી અને વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી. 200 રનનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ પાડી દીધી હતી. આ પછી કિંગ કોહલીએ 85 રનની અણનમ ઈનિંગ રમી અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને જીત અપાવી.

જ્યારે ભારતે માત્ર બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ ઓછા સ્કોરિંગ મેચમાં મેચનો પલટો ફેરવી દેશે, પરંતુ વિરાટ કોહલી અને કેએલ રાહુલે હાર ન માની અને ઓસ્ટ્રેલિયાના બોલરોના બોલનો સામનો કર્યો. બંનેએ ચોથી વિકેટ માટે 165 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ પાડી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને પલટી દીધી.

કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Read the Next Article

અમરનાથ યાત્રા શરૂ, બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા

ગુરુવારે સવારે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે. બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા.

New Update
ytra

ગુરુવારે સવારે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે.

બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા. યાત્રા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પવિત્ર અમરનાથ ગુફા તરફ જઈ રહેલા શ્રદ્ધાળુ મનીષા રામોલાએ કહ્યું, "હું ખૂબ જ ખુશ છું... વ્યવસ્થા ખરેખર સારી છે. યોગ્ય દસ્તાવેજો અને માન્ય ઓળખપત્ર વિના કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી. આ આપણી સલામતી માટે છે... કાશ્મીર આવવાનો અમારો હેતુ પ્રવાસ નથી પણ આ એક યાત્રા છે. અમારું ધ્યાન ફક્ત આ યાત્રા પર છે. હું મારા દેશ માટે પ્રાર્થના કરું છું કે દરેક સ્વસ્થ અને ખુશ રહે."

પહેલગામ બેઝ કેમ્પથી રવાના થનારા અમરનાથ યાત્રાળુઓના પહેલા બેચનો ભાગ રહેલા અન્ય એક યાત્રાળુએ કહ્યું, "અમે પહેલા બેચમાં (પહલગામથી) બાબા અમરનાથની યાત્રા પર છીએ. અમને આતંકવાદનો કોઈ ડર નથી અને અમે અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીશું. સુવિધાઓ ઉત્તમ છે. અમે અમરનાથ શ્રાઇન બોર્ડના આભારી છીએ."

અમરનાથ યાત્રા અંગે, કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમાર બિધુરીએ કહ્યું, "આ યાત્રા ફક્ત ધાર્મિક યાત્રા નથી. સુરક્ષા દળો, કુલીઓ, તંબુઓ, દરેક સેવા પ્રદાતા તેમાં સામેલ છે. યાત્રાળુઓમાં ઉત્સાહ અજોડ છે. હું પ્રાર્થના કરું છું કે દરેકની ઇચ્છાઓ પૂર્ણ થાય અને કાશ્મીર અને દેશના બાકીના ભાગમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી થાય."

પહેલગામ બેઝ કેમ્પથી રવાના થનારા અમરનાથ યાત્રાળુઓના પહેલા જૂથમાં સામેલ કવિતા સૈની નામની યાત્રાળુએ કહ્યું, "હું પહેલી વાર અમરનાથ યાત્રા પર આવી છું. અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમને અહીંથી મેડિકલ સર્ટિફિકેટ અને નોંધણી મળી. બધાએ અમને ખૂબ મદદ કરી. દિલ્હી પોલીસ અને કાશ્મીર પોલીસે અમને ખૂબ મદદ કરી... હું પ્રાર્થના કરીશ કે આપણા દેશમાં શાંતિ અને સમૃદ્ધિ રહે અને તાજેતરમાં જે બન્યું તે ફરી ન બને."