વિશ્વની નંબર-2 ટેનિસ ખેલાડી યૂએસએની કોકો ગોફ ફ્રેન્ચ ઓપન 2025 માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો

વિશ્વની નંબર-2 ટેનિસ ખેલાડી યૂએસએની કોકો ગોફ ફ્રેન્ચ ઓપન 2025 માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. શનિવારે રોલેન્ડ ગેરોસના ફિલિપચેટિયર કોર્ટ ખાતે

New Update
બેબો જોન

વિશ્વની નંબર-2 ટેનિસ ખેલાડી યૂએસએની કોકો ગોફ ફ્રેન્ચ ઓપન 2025 માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે.

શનિવારે રોલેન્ડ ગેરોસના ફિલિપ ચેટિયર કોર્ટ ખાતે રમાયેલી ફાઇનલમાં 21 વર્ષીય કોકો ગોફએ બેલારુસની આર્યના સબાલેન્કાને 6-7 (5), 6-2, 6-4 થી હરાવી હતી. કોકો ગોફ પહેલી વાર ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની છે, જ્યારે વિશ્વ નંબર-1 સબલેન્કાના ફ્રેન્ચ ઓપન જીતવાનું સ્વપ્ન આ વર્ષે સાકાર થયું નથી. ટાઇટલ મેચ 2 કલાક અને 38 મિનિટ સુધી ચાલી હતી.


આર્યના સબાલેન્કા અને કોકો ગોફ વચ્ચે રમાયેલી ફાઇનલમાં પ્રથમ સેટ ખૂબ જ રોમાંચક હતો. બંને ખેલાડીઓએ એકબીજાની સર્વિસ ચાર-ચાર વખત તોડી. પરિણામે પહેલો સેટ ટાઇબ્રેકરમાં ગયો, જ્યાં સબાલેન્કાએ જીત મેળવી. પછી ગોફે બીજા સેટમાં જબરદસ્ત વાપસી કરી અને સબાલેન્કાને સરળતાથી હરાવી. ત્રીજો સેટ આવ્યો ત્યાં સુધીમાં સબાલેન્કા ખૂબ થાકી ગઈ હતી અને તેણે ગોફ સામે શરણાગતિ સ્વીકારી લીધી.

Latest Stories