જમ્મુ કશ્મીરમાં વિશ્વનો સૌથી ઉંચો કમાન પુલ નિર્માણ પામ્યો

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે કહ્યું કે, જમ્મુના રામબનમાં સંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનની પ્રથમ ટ્રાયલ રન પૂર્ણ થઈ ગઈ છે. આ ટ્રેન ચિનાબ બ્રિજ પરથી પસાર થશે, જે વિશ્વનો સૌથી ઉંચો સ્ટીલ કમાન બ્રિજ

New Update
બ્રિજ

બ્રિજ

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે કહ્યું કે, જમ્મુના રામબનમાં સંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનની પ્રથમ ટ્રાયલ રન પૂર્ણ થઈ ગઈ છે. આ ટ્રેન ચિનાબ બ્રિજ પરથી પસાર થશે, જે વિશ્વનો સૌથી ઉંચો સ્ટીલ કમાન બ્રિજ છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સફળ પરીક્ષણ વિશે માહિતી આપી હતી.ચિનાબ બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે.

એફિલ ટાવરની ઊંચાઈ 330 મીટર છે, જ્યારે 1.3 કિલોમીટર લાંબો આ પુલ ચિનાબ નદી પર 359 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગલદાનથી રિયાસી માર્ગ પર ઇલેક્ટ્રિક એન્જિનના સફળ પરીક્ષણ પછી, આ રૂટ પરની પ્રથમ ટ્રેન 30 જૂનના રોજ ચાલશે. ચિનાબ બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે. એફિલ ટાવરની ઊંચાઈ 330 મીટર છે, જ્યારે 1.3 કિલોમીટર લાંબો આ પુલ ચિનાબ નદી પર 359 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગલદાનથી રિયાસી માર્ગ પર ઇલેક્ટ્રિક એન્જિનના સફળ પરીક્ષણ પછી, આ રૂટ પરની પ્રથમ ટ્રેન 30 જૂનના રોજ ચાલશે.

Latest Stories