બિન હથિયારી PSIની 472 જગ્યા માટે આવતીકાલે યોજાશે લેખિત પરીક્ષા, 1 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

રાજ્યમાં પોલીસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બિન હથિયારી PSIની 472 જગ્યા માટે આવતીકાલે લેખિત પરીક્ષા યોજાશે.

New Update
guj poli

રાજ્યમાં પોલીસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

 બિન હથિયારી PSIની 472 જગ્યા માટે આવતીકાલે લેખિત પરીક્ષા યોજાશે. 1 લાખથી વધુ ઉમેદવારો એ પરીક્ષા આપશે. PSI ની 472 જગ્યા માટે અમદાવાદ, વડોદરા, સુરતની 340 શાળાઓમાં પરીક્ષા લેવાશે.
Advertisment

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજાશે. જે માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા દરમ્યાન એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં 3, 3 કલાકના બે પેપર હશે. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનિટરિંગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રિક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બંને પેપર પહેલા વેરિફિકેશન કરવામાં આવશે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનિટરિંગ કરવામાં આવશે.

Advertisment
Latest Stories