ફરી વિવાદમાં ફસાયો યો યો હનીસિંહ, સિંગર પર લાગ્યો કીડનેપિંગનો આરોપ

ઇવેન્ટ ઓર્ગનાઇઝર વિવેક રમને હનીસિંહ અને તેના સાથીઓ ઉપર અપહરણ અને હુમલાના ગંભીર આરોપ લગાવ્યા છે

ફરી વિવાદમાં ફસાયો યો યો હનીસિંહ, સિંગર પર લાગ્યો કીડનેપિંગનો આરોપ
New Update

લોકપ્રિય ગાયક યો યો હનીસિંહ એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. તમને જણાવી દઈએ કે હનીસિંહ વિરુધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ જાણ્યા પછી ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. ફરિયાદ કરનાર ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન નું નામ વિવેક રમણ છે. ફરિયાદીએ હનીસિંહ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. ઇવેન્ટ ઓર્ગનાઇઝર વિવેક રમને હનીસિંહ અને તેના સાથીઓ ઉપર અપહરણ અને હુમલાના ગંભીર આરોપ લગાવ્યા છે. તમને યાદ અપાવીએ કે હમણાં જ થોડા સમય પહેલા હનીસિંહ અને ટીના થડાની નું બ્રેકઅપ સોસિયલ મિડીયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું,

ફેન્સ તેના બ્રેકઅપના સમાચાર માંથી હજુ બહાર નથી આવ્યા ત્યાં આ બાબતે લોકોનું ધ્યાન ખેચ્યું છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ઇવેન્ટ કંપનીના માલિક વિવેકે હનીસિંહ પર અપહરણ અને ત્રાસ આપવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. સિંગર પર એક હોટલમાં બંધક બનાવીને હુમલો કરવાનો આરોપ છે. આયોજકના જણાવ્યા અનુસાર, 15મી એપ્રિલે મૂંબઈમાં BKC ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. પૈસાના કારણે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. જેના કારણે ગાયક અને આયોજક વચ્ચે વિવાદ વધ્યો. ફરિયાદીએ હનીસિંહ અને તેના સાથીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. તેઓ હાલ આ કેસની તપાસમાં લાગેલા છે. 

#Yo Yo Honeysingh #Yo Yo Honeysingh Case #Kidnepping Case #Honeysingh Case #કીડનેપિંગ #હનીસિંહ #Honeysingh
Here are a few more articles:
Read the Next Article