/connect-gujarat/media/media_files/2025/03/02/FqTAcHdM2HWERTvARcFk.jpg)
હરિયાણામાં યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે. બસ સ્ટેન્ડ પાસે એક સુટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હાથ પર મહેંદી હતી.શનિવારે, સાંપલા બસ સ્ટેન્ડ નજીક ફ્લાયઓવર પાસે સૂટકેસ પડેલી મળી આવી હતી. આ માહિતી પોલીસને આપવામાં આવ્યા બાદ. પોલીસે તેમની શરૂઆતની તપાસમાં જણાવ્યું હતું કે મહિલા નેતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
રોહતકના કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રાએ પુષ્ટિ આપી કે આ મૃતદેહ યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલનો છે. તેમણે કહ્યું કે આ હત્યા પાછળ કોણ છે તેની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના થવી જોઈએ.પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે કડકમાં કડક સજા આપવી જોઈએ.હિમાની નરવાલ 2023 માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાઈ હતી.