15 ઓગસ્ટના રોજ ‘ઇન્ડિયન આઇડલ 12’ની ગ્રાન્ડ ફિનાલે હતી અને પવનદીપ વિનર બન્યો હતો. અરૂણિતા ફર્સ્ટ રનરઅપ તથા સાયલી કામ્બલે સેકન્ડર રનરઅપ રહી હતી. પવનદીપ તથા અન્ય સ્પર્ધકો એકબીજા સાથે ખાસ બોન્ડિંગ ધરાવે છે. આટલું જ નહીં શોમાં અરૂણિતા તથા પવનદીપની વચ્ચે અફેર હોવાની પણ વાત કરવામાં આવી હતી.

હાલમાં જ મોહમ્મદ દાનિશે ‘ઇન્ડિયન આઇડલ 12’ના સ્પર્ધકો વચ્ચે કેટલું બોન્ડિંગ છે, તે અંગે વાત કરી હતી. ઇન્ડિયાડોટકોમ સાથેની વાતચીતમાં મોહમ્મદ દાનિશે કહ્યું હતું કે પવનદીપ તથા અરૂણિતા મુંબઈમાં એક જ બિલ્ડિંગમાં ઘર લેવા માગે છે. જોકે, માત્ર પવનદીપ અને અરૂણિતા નહીં, પરંતુ અન્ય સ્પર્ધકો પણ એક જ બિલ્ડિંગમાં ઘર લેવાનું વિચારે છે.

વધુમાં મોહમ્મદે કહ્યું હતું કે તેઓ બધા સાથે રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. બધા એક જ બિલ્ડિંગમાં બાજુ-બાજુમાં રહેશે તો બધા માટે સારું રહેશે. તેમને મિત્રતા ક્યારેય તૂટશે નહીં. તેઓ બધા અલગ અલગ રાજ્યમાં આવ્યા છે, કોઈક ઉત્તરાખંડ તો કોઈક રાજસ્થાનમાંથી. બધા સાથે જ ઘર લેશે. હવે તેઓ પરિવારની જેમ સાથે રહે છે. વિનર બન્યા બાદ પવનદીપે કહ્યું હતું કે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે તે વિનર બનશે. તેના મનમાં બસ એક જ વિચાર હતો કે તે સારું પર્ફોર્મ કરે. ફિનાલેમાં આવનાર તમામ લોકો વિજેતા છે. જ્યારે તેનું નામ વિનર તરીકે જાહેર કરવામાં આવ્યું કે ત્યારે તેને લાગ્યું કે તે એક માત્ર વિનર હોઈ શકે નહીં, અહીં સુધી પહોંચનારા તમામ વિનર છે.