હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાંભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે તો અમદાવાદ સહિત 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48થી 72 કલાક દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં આજે રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેના પગલે નીચેના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા
વાવ-થરાદ વિસ્તાર
પાટણ
મહેસાણા
સાબરકાંઠા
ગાંધીનગર
અરવલ્લી
ખેડા
સુરેન્દ્રનગર
અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટરાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,રાજકોટ,અમરેલી,ભાવનગર,મોરબી,બોટાદ,કચ્છ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ અને તેની સાથેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર વિકસ્યું છે, જે આગામી બે-ત્રણ દિવસમાં વધુ મજબૂત બનવાની શક્યતા છે.
આ બંને હવામાન પ્રણાલીઓ વચ્ચે સર્જાયેલા શિયર ઝોનને કારણે ગુજરાત તરફ ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. માત્ર વરસાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રતિ કલાક અંદાજે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, ખેડૂતો તેમજ પ્રવાસીઓને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
