આવતીકાલથી ગૌરી વ્રતનું ચલણ વધ્યું છે ત્યારે અંકલેશ્વરમાં રાખતી નાની-નાની કન્યાઓ માટે બજારમાં વિવિધ રંગબેરંગી અને આકર્ષક રીતે શણગારેલી પૂજાની ટોપલીઓનું વેચાણ જામ્યું છે.
સોમવારથી પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં વ્રત માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. વ્રત રાખતી નાની-નાની કન્યાઓ માટે બજારમાં વિવિધ રંગબેરંગી અને આકર્ષક રીતે શણગારેલી પૂજાની ટોપલીઓનું વેચાણ જામ્યું છે.
દીકરીઓ પોતાના વ્રત માટે આકર્ષક ટોપલીઓ પસંદ કરી શકે તે માટે માતા-પિતા સાથે બજારમાં ખરીદી અર્થે ઊમટી રહી છે. જ્વારાની તૈયાર ટોપલીઓ લેવા માટે વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ સુધી ચાલનારા આ વ્રતને લઈને સમગ્ર ભરૂચ જિલ્લાના બજારોમાં સુકામેવા, પૂજાપા સહિતની ખરીદી માટે ભીડ ઉમટી રહી છે.પહેલાના સમયમાં ઘરે જાતે ટોપલી વાવવામાં આવતી હતી પરંતુ આજના જમાનામાં હોવી તૈયાર ટોપલીઓનું ચલણ વધ્યુ છે.
