આંતરરાજ્ય સ્તરે સક્રિય મોબાઇલ ચોરોનો પર્દાફાશ
આંતરરાજ્ય મોબાઇલ ચોર ગેંગ ઝડપાઈ
પોલીસે બાળ કિશોર સહિત બે શખ્સોને દબોચ્યા
રૂ.7.35 લાખથી વધુની કિંમતના 35 મોબાઈલ જપ્ત
ભીડભાડવાળી જગ્યાએ ચોરી કરતી ગેંગ પકડાઈ
સુરત ગોડાદરા પોલીસે એક એવી આંતરરાજ્ય મોબાઇલ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ભીડભાડવાળી જગ્યાઓનો લાભ લઈને લોકોના ફોન સેરવી લેતી હતી.પોલીસે આ કેસમાં એક બાળ કિશોર સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આંતરરાજ્ય મોબાઇલ ચોરીને અંજામ આપતી કુખ્યાત ગેંગના બે સભ્યોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓમાં એક બાળ કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ઇન્ટરસ્ટેટ ગેંગના ઇસમો શહેરની ભીડભાડવાળી અને ગીચ જગ્યાઓ પર જઈને સામાન્ય નાગરિકોના ખિસ્સામાંથી કે નજર ચૂકવીને ચોરી કરતા હતા.
પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને તેમની પાસેથી કુલ 35 નંગ ચોરાઉ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. કબ્જે કરાયેલા આ તમામ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂપિયા 7 લાખ 35 હજાર 998 આંકવામાં આવી છે. હાલ ગોડાદરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે આ ગેંગ સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે અને આ ચોરાયેલા ફોન તેઓ ક્યાં વેચતા હતા.
